દિલ્હી ચૂંટણી: BJPએ બીજી યાદી બહાર પાડી, કેજરીવાલ વિરુદ્ધ આ યોદ્ધા પડ્યા મેદાને

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 (Delhi Assembly Elections 2020) માટે ભાજપે (BJP)  પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 10 ઉમેદવારોના નામ છે.

દિલ્હી ચૂંટણી: BJPએ બીજી યાદી બહાર પાડી, કેજરીવાલ વિરુદ્ધ આ યોદ્ધા પડ્યા મેદાને

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 (Delhi Assembly Elections 2020) માટે ભાજપે (BJP)  પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 10 ઉમેદવારોના નામ છે. આ અગાઉ ભાજપે જે પહેલી યાદી જાહેર કરી તેમાં 57 ઉમેદવારોના નામ હતાં. આમ ભાજપે 67 ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. આ બાજુ 3 બેઠકો પાર્ટીએ જેડીયુ અને એલજેપી માટે છોડી છે. બે બેઠકો પર જેડીયુ ચૂંટણી લડશે અને એક સીટ પર એલજેપી પોતાનો ઉમેદવાર ઉતારશે. ભાજપે નવી દિલ્હીની બેઠક પરથી સુનીલ યાદવને સીએમ અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા છે. 

Image

આ બાજુ કોંગ્રેસ (Congress)  પાર્ટીએ ત્યાંથી રોમેશ સબ્બરવાલને ઉમેદવાર બનાવ્યાં છે. ભાજપે મંગળવારે સવારે આ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યાં. 

આ બાજુ કોંગ્રેસે પણ પોતાની બીજી સૂચિમાં 7 ઉમેદવારોના નામ સામેલ કર્યાં છે. મોડી રાતે બહાર પાડેલી યાદીમાં કોંગ્રેસે જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તે આ પ્રકારે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news